GSIRF રેટિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 4 સ્ટાર

શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેટ રેન્કિંગ આપવાનું શરૂ કરાયું છે. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા GSIRF-2024 (ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક) જાહેર કરાયું છે જેમાં રાજ્યની ટોપ યુનિવર્સિટીઓ અને કોલેજોના નામ જાહેર કરાયા છે. જેમાં રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આ રેન્કિંગમાં ફોર સ્ટાર મળ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 100માંથી 59.71 માર્ક મળ્યા છે અને 4.01 CGPA (ક્યુમ્યુલેટિવ ગ્રેડ પોઈન્ટ એવરેજ) મળ્યા છે.

અગાઉ નેકના ઇન્સ્પેકશનમાં તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને B ગ્રેડ મળ્યો છે પરંતુ હવે સ્ટેટના રેટિંગમાં પણ રાજકોટની સરકારી યુનિવર્સિટીને 4 સ્ટાર મળ્યા છે. ગુજરાતમાં કુલ 4 યુનિવર્સિટીને 5 સ્ટાર+ રેટિંગ મળ્યું છે. 9 યુનિવર્સિટીને 5 સ્ટાર, 12 યુનિવર્સિટીને 4 સ્ટાર, 9 યુનિવર્સિટીને 3 સ્ટાર અને 4 યુનિવર્સિટીને 2 સ્ટાર રેટિંગ મળ્યા છે. યુનિવર્સિટીની જેમ કોલેજોને પણ GSIRF રેટિંગ અપાયા છે જેમાં રાજકોટની માત્ર બે કોલેજને 5 સ્ટાર રેટિંગ મળ્યા છે. બી.કે.મોદી ફાર્મસી અને વિરાણી સાયન્સ કોલેજને 5 સ્ટાર રેટિંગમાં શામેલ થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *