એકનાથ શિંદે 4 દિવસ પછી થાણેથી મુંબઈ પહોંચ્યા

મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેથી મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલે પહોંચ્યા છે. તેઓ શુક્રવારે થાણે ગયા હતા. હવે 4 દિવસ પછી પરત ફર્યા છે. થાણેમાં, તેમણે હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરાવ્યું, ત્યારબાદ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની તબિયત કેવી છે, તો તેમણે કહ્યું- તબિયત સારી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહાયુતિના નેતાઓ શિંદે સાથે મુલાકાત કરી શકે છે. શિવસેનાના ધારાસભ્યો સાથે પણ બેઠક યોજાવાની છે. આ બેઠક મોડી સાંજે અથવા રાત્રે થશે અને સરકારની રચના અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

આવતીકાલે એટલે કે 4 નવેમ્બરે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ નિરીક્ષક તરીકે ભાગ લેશે. આ બંને નેતાઓ આજે જ મુંબઈ પણ પહોંચશે.

મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. મહાયુતિ એટલે કે ભાજપ-શિવસેના શિંદે-NCP પવારને 230 બેઠકોની જબરદસ્ત બહુમતી મળી હતી, પરંતુ 10 દિવસ પછી પણ મુખ્યમંત્રીનું નામ નક્કી નથી થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *