ગોંડલમાં વ્યાજખોરો સામે પોલીસનો કડક સકંજો

રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગેરકાયદેસર વ્યાજખોરીના દૂષણને ડામવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ બી ડિવિઝન પોલીસે લાયસન્સ વિના વ્યાજનો ધંધો ચલાવી સામાન્ય નાગરિકોને ધાક-ધમકી આપી કોરા ચેક અને સોનાના દાગીના પડાવી લેતા બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિને 20 ટકા અને 12 ટકા વ્યાજ વસુલ્યુ, કોરા ચેક પડાવી લીધા ફરિયાદી 25 વર્ષીય જેનીલભાઈ કિરીટભાઈ વૈષ્ણવે નોંધાવેલી ફરિયાદ મુજબ, હરપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ લાયસન્સ વગર માસિક 20 ટકા વ્યાજે રૂ. 4.54 લાખ આપ્યા હતા અને બળજબરીપૂર્વક કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. જ્યારે અન્ય આરોપી અભયરાજસિંહ હરપાલસિંહ જાડેજાએ માસિક 12 ટકા વ્યાજે રૂ. 6 લાખ આપીને સિક્યુરિટી તરીકે કોરા ચેક પડાવી લીધા હતા.

સોનાના દાગીના પણ પડાવ્યાં ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વ્યાજની રકમ વસૂલવા માટે આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ સોનાના દાગીના અને ચેક પણ પડાવી લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી ફરિયાદીના કોરા ચેક પરત મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.

બંને આરોપીઓ સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો આ મામલે બંને આરોપીઓ સામે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણા ધીરાણ અધિનિયમ તથા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ પી.આઈ. જી.એસ. ગઢવી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર પ્રકરણ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *