રાજકોટ વહિવટી તંત્રે દબાણકર્તાને નોટિસ ફટકારી, હવે ડિમોલિશન કરવામાં આવશે

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા લાંબા સમયથી સરકારી જમીનો પર દબાણો ખડકાવાનો સીલસીલો અવિરતપણે શરૂ રહ્યો છે. જેમાં શહેરના જામનગર રોડ પર પણ સરકારી ખરાબા અને યુએલસીની જમીનો પર આડેધડ દબાણ ખડકાય જવા પામેલ છે. આ અંગેની ફરીયાદ કલેકટર તંત્ર સુધી પહોંચતા જ કલેકટર પ્રભવ જોશીના આદેશના પગલે આ દબાણો અંગે સર્વે કામગીરી આરંભી દેવામાં આવી છે. જેમાં માધાપરમાં સરકારી જમીન પર 4 જેટલી દુકાનો ખડકી ભાડે આપી દેવાયાનું ખુલતા જ પાર્થ ખૂંટ નામની વ્યકિતને નોટીસ ફટકારી દેવામાં આવી છે.

જામનગર રોડ પર સરકારી જમીન મોટા પાયે હોટલો, ખાણીપીણીના ઢાબા સહિતના કોમર્શિયલ દબાણો ખડકાઈ ગયા છે. આ અંગેની ફરીયાદો કલેકટર તંત્ર સમક્ષ પહોંચતા જ આ બાબતે સર્વે કરવા તાલુકા મામલતદારને આદેશ કરાતા સર્વે કામગીરી આરંભી દેવામાં આવી છે. જેમાં માધાપરમાં સરકારી જમીન પર કબ્જો જમાવી 4 જેટલી દુકાનો ખડકી તેને ભાડે આપી દેવાયાનું ખુલતા પાર્થ ખૂંટ સહિતના દબાણકારોને નોટીસ ફટકારી દેવામાં આવી છે. આ અંગે તાલુકા મામલતદાર મકવાણાનો સંપર્ક કરાતા સરકારી જમીન પર દબાણો કરનારાઓને નોટીસ ફટકારી સુનાવણી માટે બોલાવવામાં આવેલ છે. સુનાવણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *