રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પર દિવ્યાંગો માટે અસુવિધા

રાજકોટ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નં-4 બની ગયું તેના એક વર્ષ થવા છતાં હજુ સુધી ત્યાં દિવ્યાંગ કે વડીલો માટે કોઈ સુવિધા મળતી નથી. જાણીતા હાસ્ય કલાકાર જય છનિયારાનો એક વીડિયો ગુરુવારે ફરતો થયો છે જેમાં તેઓ જણાવે છે કે, મારી રોજીરોટી અને આજીવિકા ચલાવવા માટે છેલ્લા ઘણા સમયથી રાજકોટ રેલવે સ્ટેશનથી અલગ અલગ સ્થળે કાર્યક્રમો કરવા માટે જતો હોવ છું. પણ જ્યારે જ્યારે પ્લેટફોર્મ નંબર 4 પર ટ્રેન આવે ત્યારે અમારું બ્લડપ્રેશર વધી જાય છે. કારણ કે, ત્યાં જવા માટે દિવ્યાંગો કે સિનિયર સિટિઝનો માટે પણ લિફ્ટ કે એસ્કેલેટરની સુવિધા નથી. તેમજ કોઈ બેટરી કે બેબી કારની સગવડ પણ નથી. વિકાસની મોટી વાતો કરતાં પહેલા સરકારે મારા જેવા દિવ્યાંગો તેમજ સિનિયર સિટિઝનો માટે સરકારે એસ્કેલેટર કે લિફ્ટની સુવિધા કરવી જરૂરી છે.

આ વીડિયો ફરતો થયા બાદ રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમ અશ્વનીકુમારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, પ્લેટફોર્મ નં- 4ની આ ઘટના છે. જાણકારીના અભાવને કારણે આ સમગ્ર બનાવ બન્યો છે. જોકે દિવ્યાંગો માટે સુવિધા ઉપલબ્ધ છે. પાર્સલ ઓફિસ પાસેથી દિવ્યાંગો માટે અલગથી પાથ-વે બનાવેલો છે, ત્યાંથી પ્લેટફોર્મ સુધી પહોંચી શકાય છે. વ્હિલચેર સહિતની રાજકોટ રેલવે સ્ટેશન ખાતે સુવિધાઓ રાખી છે. પ્લેટફોર્મમાં હાલ લિફ્ટનું કામ શરૂ છે, જેની 40 ટકા કામગીરી પૂર્ણ થઈ છે, સમગ્ર કામગીરી સંભવિત 31 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *