ટ્રાન્સપોર્ટમાંથી રૂ.8.39 લાખની ચોરી કરનાર કર્મીએ અગાઉ પણ હાથફેરો કર્યો હતો, ધરપકડ

માધાપર ચોકડી પાસે રહેતા અને વોરા સોસાયટી પાસે મુરલીધર ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરતા પ્રકાશભાઇ જોગિયાએ ફરિયાદ કરી હતી. જેમાં તેની ઓફિસની તિજોરીમાંથી રૂ.8.39 લાખની રોકડની ચોરી થયાની ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તે તિજોરીમાં ચાવી બાદ પાસવર્ડ નાખવાથી જ તિજોરી ખૂલતી હોય અને તિજોરી તોડ્યા વિના ચોરી થયાનું જણાવ્યું હતું.

બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કરપડા સહિતે તપાસ કરતાં ચોરીમાં કોઇ જાણભેદુ હોવાની શંકાએ ટ્રાન્સપોર્ટમાં કામ કરતા 9 કર્મચારીની પૂછતાછ કરી હતી. બાદમાં સીસીટીવીને આધારે તપાસ કરતા એક શખ્સ કેદ થઇ ગયો હોય, પરંતુ તેને બુકાની બાંધી હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે તપાસ કરી ટ્રાન્સપોર્ટમાં બે દિવસ પહેલાં જ નોકરી છોડી દેનાર અને મનહરપુર-1માં નવી કોર્ટ પાસે રહેતો અને મૂળ યુપીનો પ્રકાશ ઓમપ્રકાશ પ્રજાપતિને ઉઠાવી લઇ તેની આગવી ઢબે પૂછતાછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો.પોલીસની પૂછતાછમાં તે અગાઉ નોકરી કરતો હોય તિજોરીનો પાસવર્ડ જાણતો હોવાનું અને પૈસાની જરૂર હોય મોબાઇલમાં ક્રાઇમ પેટ્રોલ શો નિહાળી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં તેના કોઇ ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે રૂમાલનો ઉપયોગ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *