રાજકોટ નાગરિક સહકારી બેંકની 28 વર્ષ બાદ ચૂંટણી થશે

ચિત્ર સ્પષ્ટ થયું છે. જોકે, સહકાર પેનલનો જયોતીન્દ્ર મહેતા (મામા) અને સંસ્કાર પેનલને કલ્પક મણિઆર (ભાણેજ)નો દોરી સંચાર રહેશે છે તે નક્કી છે. જોકે, 28 વર્ષ બાદ ચૂંટણી થશે એ નક્કી છે. કારણ કે, 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલમાંથી 21 ઉમેદવારો તો સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ થયા છે. 6 બેઠક અગાઉ જ બિનહરીફ થઈ ગઈ છે. તો હવે સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના નામ રદ કર્યા બાદ તેમનો કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોવાથી હાલ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર કાર્યવાહી થશે. આ વખતની ચૂંટણીમાં નાગરિક સહકારી બેંકમાં લોન આપવામાં કૌભાંડ થયા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે ભાજપે સહકાર પેનલ ને સમર્થન આપેલું છે. પરંતુ તેની સામે પડેલી સંસ્કાર પેનલમાં ભાજપ અને રાષ્ટ્રીય સંઘના લોકો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આ વખતની ચૂંટણી રસાકસી ભરી રહેશે તે નક્કી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ભાજપ તરફી સહકારી પેનલમાં 21 ડિરેક્ટરોની બેઠક પર 21 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સંસ્કાર પેનલ તરફથી 21માંથી માત્ર 15 બેઠક પર જ ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા અને આ 15માંથી 4 બેઠક પર લડતા કલ્પક મણીઆર સહિતના નામ રદ કરવામાં આવ્યા હતાં. તેમાં કારણ એ આપવામાં આવ્યું કે, તેઓ બે જગ્યાએ ડિરેક્ટર હોવાથી ચૂંટણી ન લડી શકે. સંસ્કાર પેનલમાં 2 જગ્યાએ ડિરેક્ટર હોય તેવા કલ્પક મણિઆર અને તેમનાં ભાઈ મિહિર મણિઆર ઉપરાંત હિમાંશુ ચીનોઈ અને નિમેશ કેશરીયાનુ નામ રદ કરવામાં આવતા તેઓ હાઇકોર્ટમાં ગયા છે. જેનું આજે હિયરિંગ હતુ, પરંતુ તેમાં કલેક્ટર કચેરી તરફથી સરકારી વકીલ ન હોવાથી 14મી નવેમ્બરની મુદત પડી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *