મનપાએ 71 ધંધાર્થીઓ પાસેથી 4 કિલો પ્લાસ્ટિક ઝડપી પાડ્યું

રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 71 ધંધાર્થીઓ પાસેથી 4.015 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂપિયા 17,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.

જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી રૂપિયા 4,900, વેસ્ટ ઝોનમાંથી રૂપિયા 4,250 અને ઇસ્ટ ઝોનમાંથી રૂપિયા 7,850નો વહીવટી ચાર્જ વસુલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *