ક્રૂરતાપૂર્વક બાંધેલા પાંચ ઢોર ભરેલી રિક્ષા પલટી ગઇ, 2 યુવાનને ઇજા

રાજકોટના જામનગર રોડ પર દેપાળિયા ગામ નજીક ક્રૂરતાપૂર્વક બાંધેલા પાંચ ઢોર ભરેલી રિક્ષા પલટી જતા જીવદયાપ્રેમીએ જાણ કરતા પડધરી પોલીસે જ પહોંચી ઘાયલ બે શખ્સને સારવારમાં ખસેડી પશુઓને સંસ્થામાં મોકલી જામનગરના ત્રણ શખ્સ સામે પશુ પ્રત્યે ઘાતકીપણું દાખવવા સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પડધરીના ખામટા ગામે રહેતા ગૌસેવક ભરતભાઇ વાઘેલાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે જામનગર રહેતો હુસેન મજિદ સુમરા,તૌફિક ઇદરીશ શેરજી,મોસીન સતારના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.9ના રોજ તેના ગામમાં હતા ત્યારે દેપાળિયા ગામ પાસે પશુ ભરેલ રિક્ષા પલટી ખાઇ ગઇ હોવાની જાણ થતા ત્યાં પહોંચી તપાસ કરતા ચાલક તેઓને જોઇ નાસી ગયો હતો અને રિક્ષામાં પાંચ પશુ ક્રૂરતાપૂર્વક બાંધેલા હોય તેને જાણ કરતા પડધરી પોલીસે પહોંચી રિક્ષામાં ઘવાયેલા બે શખ્સની પૂછતાછ કરતા તે જામનગર રહેતો હુસેન મજિદ સુમરા અને તૌફિક શેરજી હોવાનું જણાવતા તેને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા અને ઘવાયેલા પાંચ પશુને નારણકા ખાતે આવેલા પશુની સંસ્થામાં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *