ભગવતીપરામાં યુવતી પર કાકા-કાકીનો ધોકાથી હુમલો

ભગવતીપરામાં રહેતી યુવતી પર તેના કાકા-કાકીએ ધોકાથી હુમલો કરી ઘર પર પથ્થરમારો કર્યો હતો. ભગવતીપરામાં રહેતી ભારતી ભરતભાઇ વણોદિયા (ઉ.વ.19)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં અારોપી તરીકે તેના કાકા જયેશ જયંતી વણોદિયા અને કાકી રેખા જયેશના નામ આપ્યા હતા.

ભારતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.9ના તેનો ભાઇ જયરાજ અને કાકાનો પુત્ર રવિ શેરીમાં રમતા હતા અને બંને વચ્ચે ઝઘડો થયો હતો.

થોડીવાર બાદ રવિ અને કાકા-કાકી ઘરે ધસી આવ્યા હતા અને ગાળો ભાંડી કાકાએ ભારતીને ધોકાનો ઘા ઝીંકી દીધો હતો. બાદમાં કાકા-કાકીએ મકાન પર પથ્થરમારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *