ઉપલેટા તાલુકાના તમામ ગામોની અંદર મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાની થયેલ છે. આ બાબતે ભૂતકાળની અંદર જે ફસલ વીમા યોજના હતી તે ફસલ વીમા યોજના ચાલુ થાય તો ખેડૂતોને સારી વળતર મળે અને સારો ફાયદો મળે તેવી રજૂઆત કરવામાં આવી છે. ભૂતકાળની અંદર ફસલ વીમા યોજના ચાલુ હતી ત્યારે નુકસાનીમાં ૭૦ થી ૮૦% વીમો આપવામાં આવતો હતો જેમાં જે ખેડૂત એક લાખ રૂપિયાનું ધિરાણ ઉપાડે તેમને ૭૦ થી ૮૦ હજાર રૂપિયાનો વીમો પાસ થતો હતો.
જેથી ખેડૂતોને નુકસાનીથી બચવા માટે સારો એવો ફાયદો મળતો હતો ત્યારે આ પ્રકારની માંગણીઓને લઈને મોટી પાનેલી સહકારી મંડળીના પ્રમુખ વિરેન ફળદુ ઉપપ્રમુખ મેહુલ વરસાણી તથા કારોબારી સભ્ય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પોરબંદર સાંસદ મનસુખ માંડવીયા, ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત પત્ર લખી જૂની ફસલ વીમા યોજના શરૂ કરવાની માંગ કરી છે.