મૃત્યુ થયું તે દિવસે ઢોરમાર મારનાર સગા ભાઇ સહિત સાત સામે ગુનો

થાનગઢનો યુવક પાંચ મહિના પહેલાં રાજકોટમાં ભત્રીજીના લગ્નમાં આવ્યો હતો ત્યારે તેના સગાભાઇ સહિતના શખ્સોએ અહીં કેમ આવ્યો તેમ કહી યુવકને ઢોરમાર માર્યો હતો. એ જ દિવસે યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. યુવકને માર મારવા અંગે તેના ભાઇ સહિતનાઓ સામે પાંચ મહિના બાદ ગુનો નોંધાયો હતો.

થાનગઢમાં રહેતા જનકબેન કાળુભારથી ગોસ્વામી (ઉ.વ.35)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટ ધરમનગર આવાસ યોજના ક્વાર્ટર્સમાં રહેતા ભીખુગીરી જીવણગીરી ગોસ્વામી, હિતેષગીરી જીવણગીરી ગોસ્વામી, ચંપાબેન જીવણગીરી ગોસ્વામી, ભરતગીરી જમનાગીરી ગોસ્વામી, અજય જમનાગીરી ગોસ્વામી, વિજયગીરી અરવિંદગીરી અને રાકેશ દેવીપૂજકના નામ આપ્યા હતા.જનકબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટ રહેતા તેમના જેઠ રવીન્દ્રભારથી ગોસ્વામીની પુત્રીઓ ઉમાબેન અને રિદ્ધિબેનના લગ્ન 9 મેના રોજ રાજકોટમાં ભીખુગીરી જીવણગીરી ગોસ્વામીને ત્યાં યોજાયા હતા.

તા.10ના કાળુભારથીએ ભીખુગીરીને ફોન કરીને કહ્યું હતું કે, ભત્રીજીઓને આશીર્વાદ આપવા આવું છું, જે સાંભળીને ભીખુગીરીએ ધમકી આપી હતી કે, અહીં આવતો નહી, નહિતર તને મારી નાખીશ, તેમ છતાં કાળુભારથી એકલા રાજકોટ ગયા હતા અને તા.11ના સવારે તેમની લાશ થાનગઢ તેમના ઘરે પહોંચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *