પાકિસ્તાનના પંજાબની સરકાર હિન્દુ પરિવારને ~10 હજાર આપશે

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે હિંદુઓના સૌથી મોટા અને ધાર્મિક તહેવાર દિવાળીને ધ્યાનમાં રાખીને મહત્ત્વનો નિર્ણય કર્યો છે. તે પ્રમાણે દરેક હિન્દુ પરિવારને 10 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ ગુરુ નાનક જયંતી નિમિત્તે શીખ પરિવારોને પણ 10 હજાર રૂપિયા સુધીની સહાય આપવાનો નિર્ણય લેવાયો છે.

ગુરુ નાનક જયંતીને લઈને ભારત સહિતના દેશોમાંથી આવતા શીખ શ્રદ્ધાળુઓ માટે પણ વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. પંજાબ સરકારના પ્રવકત્તાએ બુધવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મરિયમ નવાઝે હિન્દુ તથા શીખ પરિવારોે તહેવાર નિમિત્તે ખાસ ફેસ્ટિવલ કાર્ડ ઇસ્યુ કરવાનો આદેશ આપ્યો છે.

ગુરુ નાનક જયંતીના તહેવાર દરમિયાન ભારતમાંથી 3 હજાર શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન આવશે. જ્યારે વિદેશમાંથી અંદાજે 1 હજાર શ્રદ્ધાળુ આવશે એવી અપેક્ષા છે. જેને લઈને ટ્રાન્સપોર્ટેશન તથા સલામતીની વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *