રાજકોટમાં 33 વર્ષનો યુવક કલરકામ કરતો હતો ત્યારે અચાનક ઢળી પડ્યો

નવા થોરાળામાં રહેતા અજયભાઇ ભનુભાઇ મેરાણ (ઉ.40) રાત્રીના તેના ઘેર બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક રિક્ષાચાલક હોવાનું અને ત્રણ ભાઇ બે બહેનમાં નાના હતા.

બીજા બનાવમાં ભગવતીપરામાં રહેતા રેખાબેન શાહબુદ્દીનભાઇ મુખીડા (ઉ.47) રાત્રીના તેના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બનાવમાં મોચીનગરમાં રહેતા જયેશભાઇ ગૌતમભાઇ જોષી (ઉ.51)પોતાના ઘેર બેભાન થઇ જતા તેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *