કરવાચોથના દિવસે કૃષ્ણભક્તિમાં ડૂબ્યાં વિરાટ-અનુષ્કા

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ રવિવારે રાત્રે એટલે કરવાચોથના દિવસે અમેરિકન સિંગર કૃષ્ણાદાસના કીર્તનમાં હાજરી આપી હતી. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુ ટેસ્ટ હાર્યા બાદ વિરાટ સીધો મુંબઈ ગયો અને આ કાર્યક્રમમાં ભાગ લીધો.

આ સમારોહના આયોજકોએ સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરતાં લખ્યું- વિરાટ અને અનુષ્કા મુંબઈમાં કૃષ્ણાદાસ લાઇવમાં અમારી સાથે સામેલ થયા, આશીર્વાદ લીધા અને શાંત વાતાવરણનો આનંદ લીધો. તેમની હાજરીએ સામૂહિક ભક્તિને પ્રોત્સાહન આપ્યું, જેનાથી આ સભા વધુ ખાસ બની ગઈ.

બેંગલુરુ ટેસ્ટમાં ભારતની બીજી ઇનિંગમાં વિરાટ કોહલીએ 70 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસના છેલ્લા બોલ પર તે આઉટ થયો હતો. તે પ્રથમ દાવમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *