શહેરમાં રૈયાધાર પાસેના મારવાડીવાસમાં રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની છવાઇ છે. બહારથી ઘેર આવેલી પત્નીએ પતિનો લટકતો મૃતદેહ જોઇ બેભાન થઇ હતી. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મારવાડીવાસમાં રહેતા અને મજૂરીકામ કરતા કરણસીંગ સરવણસીંગ મારવાડી (ઉ.30) એ પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બહારથી ઘરે આવેલ તેની પત્ની પતિને લટકતો જોઇ દેકારો કરી બેભાન થઇ જતા પાડોશી અેકઠા થઇ ગયા હતા. બનાવની જાણ થતા 108ની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કરતા યુનિવર્સિટી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી કરી છે.