તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના હોદેદારોની ચુંટણી નિયુકત અધિકારી મામલતદાર દ્વારા સંસ્થાની ઓફીસ ખાતે કરાઇ હતી, જેમાં જેતપુર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ના હોદેદાર માટે પ્રમુખ તરીકે પ્રવિણભાઈ ગજેરાની તથા ઉપ પ્રમુખ તરીકે નવનીતભાઈ હીરપરાની બિન હરીફ વરણી થઇ છે, પ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે ખેડુત સેવા માટેના કામોને આગળ ધપાવવાનું કાર્ય કરશે, સંસ્થાની ઉતરોતર પ્રગતી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.