રાજકોટમાં રૂ.50.89 લાખના ફ્રોડના ગુનામાં સાયબર ક્રાઈમે પાંચ બેન્ક હોલ્ડરની કરી ધરપકડ

મોરબી રોડ પર રહેતાં બેંક કર્મીએ ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાંની લાલચે રૂપિયા કમાવવા જતાં રૂ.50.89 લાખ ગુમાવ્યા બાદ સાયબર ક્રાઇમની ટીમે કમિશનની લાલચે બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ધોરાજી, જૂનાગઢ અને રાજકોટના ત્રણ સહિત પાંચને દબોચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સાઈડ ઈન્કમ કરવા માગતા હો તો ટેલિગ્રામની લિન્ક મોકલુ છુ રાજકોટમાં મોરબી રોડ પર રાજલક્ષ્મી એવેન્યુ શેરી નંબર-2 હાઉસ નં-5, રેલ્વે ફાટકની બાજુમાં રહેતાં જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ.30)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપીએ અલગ-અલગ બેંક ખાતાધારકોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કાલાવાડ રોડ પર આવેલ કોટક સીક્યુરીટીમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતાના મોબાઈલમાં વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ જેવી સોશિયલ એપનો ઉપયોગ કરે છે. તેમના વોટ્સએપમાં કોઈ અજાણ્યા વોટ્સએપ નં. 8734904122થી મેસેજ આવેલ અને તે સામેવાળા વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલ કે, હું ગૂગલમાંથી વાત કરૂ છું અને તમે સાઈડ ઈન્કમ કરવા માગતા હો તો તમને એક ટેલિગ્રામની લિન્ક મોકલુ છું, જેમા ટાસ્ક પ્રમાણે તમને પૈસા મળશે.

જેથી ફરિયાદીએ ટેલિગ્રામ લિંક ઓપન કરી જેમા એક રીવ્યુ આપવા બાબતનો ટાસ્ક આપેલ જે પૂરો કરતા સૌપ્રથમ તેમને રૂ.201 મળેલ બાદમા બીજા હોટેલના ફાઈવ સ્ટાર રીવ્યુ દેવા બાબતે એક રીવ્યુ દીઠ રૂ.50 મળશે તેમ જણાવેલ જેથી તેમના પર વિશ્વાસ બેસતા તેમના દ્વારા આપવામા આવેલ પ્રત્યેક ટાસ્ક પુરા કરતા બે વાર રૂ.150 મળેલ હતાં. બાદ મોટા ટાસ્ક માટે રૂ.1000 ટ્રાન્સફર કરવાનું જણાવેલ જેથી તેમના દ્વારા આપેલ યુપીઆઈ આઈડીમાં તેમના કેહવા પ્રમાણે ટ્રાન્સફર કરી આપેલ જેથી તેમના દ્વારા એક લીંક મોકલવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *