રાજકોટમાં આહિરાણીઓ 112 કરોડના ઘરેણા સાથે ગરબે ઘુમી

નવરાત્રિ પર્વ દરમિયાન રાજ્યભરમાં વૈવિધ્યસભર નોરતા મનાવવામાં આવે છે. પ્રત્યેક સમાજ પોતાની આગવી ઓળખ અને પરંપરા સાથે નવરાત્રિ પર્વ મનાવતું હોય છે. આહિર સમાજની પણ એક પરંપરા સાથે નવરાત્રિ રાસ-ગરબા કરવામાં આવે છે.

રાજકોટમાં આહિર સમાજ દ્વારા ગઈકાલે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એકબાજુ મેઘો મન મૂકીને વરસી રહ્યો હતો, બીજી બાજુ આહિર સમાજની 1500 બહેનો 15000 તોલા સોનાના ઘરેણાં પહેરી પરંપરાગત પહેરવેશ સાથે ગરબે ઘૂમી હતી. કેડ સુધીના હારથી તો ગ્રાઉન્ડ પણ ગોલ્ડન બની ગયું હતું.

રાજકોટમા આહિર સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો. વરસતા વરસાદમાં સમાજના ભાઇઓ અને બહેનો દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. પરંપરાગત પહેરવેશમાં સમાજના ભાઇઓ અને બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. આહિર સમાજની બહેનોની ઓળખ તેમના દ્વારા પહેરવામાં આવતા ઘરેણાં હોય છે. નવરાત્રિ દરમિયાન બહેનો દ્વારા સોનાના ઘરેણાં પહેરવામાં આવે છે. ગઇકાલે આયોજીત નવરાત્રિમાં પણ આહિર સમાજની બહેનો સોનાના ઘરેણાં પહેરીને આવી હતી. એક મહિલાએ 10 તોલાથી પણ વધુ સોનું પહેર્યુ હતું અને ગરબા ગ્રાઉન્ડમાં 15 હજાર તોલાની સોનાની ચમક સાથે 1500થી વધુ બહેનોને રાસ લીધો હતો. આ સમયે સમગ્ર ગરબા ગ્રાઉન્ડ જાણે કે સોનાની ચમકથી ઝગમગી ઉઠ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *