શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આફ્રિકા કોલોનીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધ રમેશચંદ્ર લતીગરા 12 ઓક્ટોબરના સવારે 10:00 વાગ્યા આસપાસ સોની બજારમાં કેતન જ્વેલર્સની દુકાનમાં હતા, ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.