થેલિસિમિયાના દર્દી માટે મેડિકલ માર્ગદર્શન કેમ્પ, આનંદોત્સવ યોજાશે

વિવેકાનંદ યૂથ ક્લબ અને હરિહર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના રાજકોટના સહયોગથી સૌરાષ્ટ્ર-કચ્છના થેલિસિમિયા પીડિત બાળકો માટે તા. 20મી ઓક્ટોબરને રવિવારે હરિહર સોસાયટી, હરિહર કોમ્યુનિટી હોલ, કાલાવડ રોડ બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 સુધી મેડિકલ માર્ગદર્શન સેમિનાર અને આનંદોત્સવ યોજાશે.

આ કાર્યક્રમમાં બાળકોને નાસ્તો, ભોજન અને વિવિધ રમતો રમાડાશે તેમજ થેલિસિમિયા પીડિત બાળકોને ભેટ પણ અપાશે. આ તકે થેલિસિમિયા પીડિત બાળકો માટે કામ કરતી સંસ્થાઓ તેમજ સ્વયંસેવકો, દાતાઓનુ સન્માન કરાશે. કાર્યક્રમમાં થેલિસિમિયા પીડિત યુવાન જય જીતુલભાઇ કોટેચાનો સંપૂર્ણ આર્થિક સહયોગ મળશે. ઉલ્લેખનીય છે કે, ટૂંક સમયમાં સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન (બેંગલોર)ના માર્ગદર્શન અને સહયોગથી વિશ્વકક્ષાનું સદગુરુ લોક કલ્યાણ ફાઉન્ડેશન આધુનિક બ્લડ ટ્રાન્સમિશન સેન્ટર કરણપરા, લોહાણા મહાજનવાડી રાજકોટ ખાતે રાજકોટ લોહાણા મહાજનના આગેવાનોના સહકારથી શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *