28મી ડિસેમ્બરના નાઈટ હાફ મેરેથોન

રાજકોટ રનર્સ એસોસીએશન અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે રાજકોટમાં બીજી વાર યુવાધનને સમાજીક, આરોગ્ય અને પર્યાવરણના સંરક્ષણના વિષયો અંગે જાગરુકતા લાવવાના ઉમદા ઉદ્દેશ સાથે તા. 28 ડિસેમ્બર, શનિવારના રોજ રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 2.0નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસના સહયોગથી થવા જઈ રહ્યું છે. આ નાઇટ હાફ મેરેથોન ડ્રગ્ઝ નિષેધ, ટ્રાફીક નિયમોનું પાલન, કલીન એન્ડ ગ્રીન સીટી અને સાયબર સજાગતા જેવી બાબતો અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાઓમાં જાગરુકતા ફેલાવવાના ઉદ્દેશ સાથે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *