ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી થવાની છે તેનું જીવંત પ્રસારણ રાજકોટના ગાંધી મ્યુઝિયમ ખાતે બતાવવામાં આવશે. જેમાં રાજયના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામગૃહ વિકાસના મંત્રી રાઘવજી પટેલ અને રાજકોટ લોકસભાના સાંસદ પુરસોત્તમ રૂપાલા સહિતના ભાજપના નેતાઓ જોડાશે. તા. 2 ઓક્ટોબરના સવારે 8.45 કલાકે મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે તમામ ઉપસ્થિત રહેશે. બાદમાં બપોરે 12 વાગ્યે સૌ ખાદી ભંડાર ખાતે ખાદીની ખરીદી કરશે.