મોરારિબાપુના હસ્તે લોક વિજ્ઞાન કેન્દ્રની 3 સંસ્થાઓનું ઉદ્ઘાટન

મુંબઈની ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટી અને રાજકોટ સાયન્સ સેન્ટરની સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશનના સહયોગમાં લોક વિજ્ઞાન કેન્દ્રમાં ત્રણ સંસ્થાઓનું આવતીકાલ તા. 2 ઓકટોબરને ગાંધી જયંતીના દિવસે બપોરે 3 કલાકે મોરારીબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સંસ્થાઓ પી.સી. વૈદ એસ્ટ્રોનોમિકલ, એસ્ટ્રોફિઝિક્સ એન્ડ સ્પેસ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નિયોજન સૂર્ય વૈધશાળા અને તારાઓની વેધશાળા સામેલ છે. વૈધશાળાઓ માટે રૂ. 55 લાખનું દાન મળ્યું છે. આ સંસ્થા સ્થાપવાનો હેતુ છે કે, બાળકો અને યુવાનોના વિજ્ઞાનમાં તેમના ફંડામેન્ટલ સ્પષ્ટ થાય અને સંશોધન કરવા કેળવાય આથી બાળકો અને યુવાનો ફિઝિક્સ, મેથેમેટિક્સ અને એસ્ટ્રો ફિઝિક્સમાં પણ હોશિયારી મેળવશે. અહીં તેઓ ઇન્ટર્નશીપ અને સંશોધન કરી શકશે. અવકાશી પિંડોને શોધી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *