વિદ્યાર્થિની સાથે ધંધાર્થીએ દુષ્કર્મ આચર્યુ

રાજકોટમાં ધોરણ-12 સુધીનો અભ્યાસ કરનારી 21 વર્ષીય યુવતી દ્વારા નોનવેજના ધંધાર્થી રિઝવાન માંડરીયા વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું છે કે, રિઝવાન તેની સાથે મિત્રતા કેળવીને લગ્નની લાલચ આપતો હતો તેમજ અલગ-અલગ સ્થળે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેણીની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા. રિઝવાન વિદ્યાર્થિનીને અજમેર ફરવા લઈ ગયા બાદ ત્યાં ગેસ્ટ હાઉસમાં તેમજ સ્લીપર કોચ બસમાં દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી લગ્નની ના પાડતા વિદ્યાર્થિનીએ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 64 (2)(M), 69 તેમજ એટ્રોસિટી એક્ટ અંતર્ગત FIR નોંધાવી છે.

યુવતીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવામાં આવી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેરમાં નોનવેજની દુકાન ચલાવનારા રિઝવાન દ્વારા વિદ્યાર્થિની સાથે મિત્રતા કેળવવામાં આવી હતી. ત્યારબાદ તે વિદ્યાર્થીનીને અજમેર ફરવા લઈ ગયો હતો તેમજ ગેસ્ટ હાઉસમાં તેમજ પરત આવતી વખતે સ્લીપર કોચ બસમાં વિદ્યાર્થિની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો તેમજ લગ્નની લાલચ આપી રાજકોટમાં પણ દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. આ યુવતીને તેની જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવામાં આવી હતી.

યુવતી થોડા સમય પૂર્વે પોતાના કૌટુંબિક ભાઈ સાથે બગીચામાં ફરવા ગઈ હતી. તે સમયે પોતાના કૌટુંબિક ભાઈનો મિત્ર રિઝવાન પણ ત્યાં આવ્યો હતો. વાતચીત દરમિયાન વિદ્યાર્થિની તેમજ રિઝવાન વચ્ચે એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ગત 20 જૂનના રોજ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી સ્લીપર કોચ બસ મારફતે અજમેર ગયા હતા. 21મી જૂનના રોજ ગેસ્ટ હાઉસમાં રાત્રિના સમયે રિઝવાને વિદ્યાર્થિનીને જગાડી તેની સાથે બળજબરી કરવા માંડ્યો હતો. વિદ્યાર્થિની દ્વારા ના પાડવા છતાં રિઝવાને તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો તેમજ 22મી તારીખે સ્લીપર કોચમાં રાજકોટ આવવા રવાના થયા ત્યારે પણ રિઝવાને ચાલુ બસે બળજબરી પૂર્વક સંબંધ બાંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *