પોલીસ કોન્સ્ટેબલ અને તેના પુત્ર સહિત 3 સામે ફરજ રૂકાવટનો ગૂનો નોંધાયો

રાજકોટના પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અને તેના પુત્ર સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. કોન્સ્ટેબલ આરોપી પુત્ર વોન્ટેડ હતો, જેનું સમન્સ બજાવવા આવેલ પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટના સલ્મ કવાટર્સ નજીક બની હતી. કોન્સ્ટેબલ આરીફ લંજા તે સમયે નશાની હાલતમાં હતો. જેથી પ્રદ્યુમનનગર પોલીસે નાસી ગયેલ વોન્ટેડ આરોપી અયાન અને તેને ભગાડનાર બાઈક ચાલકને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *