મેયર પેઢડીયાના અધ્યક્ષ સ્થાને મંગળવારે પેડક રોડ પર સેવાસેતુ યોજાશે ​​​​​​​

રાજકોટમાં પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને તેના નજીકના સ્થળે મળી રહે તે માટે આગામી 24 સપ્ટેમ્બર, 2024ને મંગળવારના અટલ બિહારી ઓડિટોરિયમ, પેડક રોડ, ખાતે મેયરનયના પેઢડીયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ રામ મોકરીયા, પરસોતમ રૂપાલા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળા, દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષ રાડીયા સહિતનાં હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *