મનપાએ 55 નડતર રૂપ બોર્ડ-બેનર જપ્ત કર્યા ​​​​​​​

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.11/09/2024 થી 17/09/2024 દરમિયાન રાજકોટ શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી,જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ 55 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *