વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા સમગ્ર દેશ 7મો પોષણ માસ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન તથા સંકલનમાં રાજ્યની તમામ આંગણવાડીઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરીયમ ખાતે તા.21 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીના અધ્યક્ષ સ્થાને રાજકોટ પોષણમાહ કાર્યશાળા યોજાશે. જેમા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને બાલશક્તિ, માતૃશક્તિ તથા પુર્ણાશક્તિ (ટી.એચ.આર)નું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તથા મહિલા આર્થિક સ્વાલંબન યોજના અંતર્ગત સબસીડી વગેરેના લાભો પાત્રતા ધરાવતા લાભાર્થીને આપવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, મેયર નયનાબેન પેઢડિયા અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, તથા સંસદ સભ્ય પુરુષોત્તમ રૂપાલા, રામ મોકરીયા, કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે.