માધાપર ચોકડી પાસે ખીજડાવાળી શેરીમાં રહેતા માયાબેન કિશનભાઇ સિતાપરા નામની મહિલાએ પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લેતા પરિવારને જાણ થતા તેને ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન મોત નીપજતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ મિશ્રા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મહિલાને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર હોવાનું અને પતિ ઇશ્વરિયા પાર્કમાં નોકરી કરતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.