તહેવારોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે

સરકાર દ્વારા ખાદ્યતેલની આયાત ડ્યુટીમાં ધરખમ વધારાને પગલે ખાદ્યતેલોના ભાવોમાં ભડકો સર્જાયો છે. જેને કારણે તહેવારોમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવી દેહશત ઉભી થઈ છે. આયાતી તેલની સાથે જ કપાસિયા અને રાયડા જેવા સ્વદેશી તેલના ભાવો પણ ઉછળ્યા છે. જોકે, સીંગતેલના ભાવમાં કોઇ બદલાવ થયો નથી. સોમા પ્રમુખ કિશોર વિરડીયાનાં જણાવ્યા મુજબ આયાતી તેલોમાં ડ્યુટી વધતા તેનો ખેડૂતોને પણ લાભ મળશે. અને મગફળીનાં સારા ભાવ ખેડૂતોને મળે એવી સંભાવના છે. જ્યારે ગ્રાહકોને ખાસ કોઈ નુકસાન થશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *