રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પાસે આવેલા આજી-3 જળાશયમાં તા.13ના સવારે 10 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 53.15 મીટર છે. હાલ આ ડેમના 2 દરવાજા 0.3 મીટર ખુલ્લા છે. આથી, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખજૂરડી, થોરીયાળી, ખીજડી – મોટા ટંકારા, ખાખરા, જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બોડાકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ, ટીંબડી તેમજ ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગડીયા, સઢાધુણા, ડેડાકડ ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી આપવામાં આવી છે.આ ઉપરાંત જસદણ તાલુકાના પાસે આવેલા કર્ણુકી જળાશયમાં તા.13 ના સવારે 10.20 કલાકની સ્થિતિએ પાણીનું લેવલ 164.5 મીટર છે. હાલ આ ડેમનો 1 દરવાજો 0.0225 મીટર ખુલ્લો છે. આથી, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જીવાપર, જૂના પીપળીયા, પ્રતાપુરા અને કાનપર ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં સુચના આપવામાં આવી છે.