રાજકોટ જેલમાં મોબાઈલ અને 35 પડીકી તમાકુ ભરેલ ત્રણ દડા ફેંકાયા

રાજ્યભરની જેલમાંથી સમયાંતરે તમાકુ, મોબાઈલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળતી રહે છે. ત્યારે રાજકોટ જેલમાં પણ એક્ટિવામાં આવેલ અજાણ્યાં શખ્સે મોબાઈલ અને તમાકુ ભરેલ ત્રણ દડામાં અંદર પેક કરી ફેંકતા જેલર દ્વારા ફરિયાદ નોંધાવતા પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ઇન્ચાર્જ જેલર ગ્રુપ 2 તરીકે ફરજ બજાવતા અશોકસિંહ રાઠોડએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા. 10.9.2024ના રોજ ફરજ ડયુટી જેલર તરીકે હતી. દરમિયાન બપોરના આશરે 4.30 વાગ્યે જેલરના જનરલ સુબેદાર ધર્મેશભાઇ ડાભી દ્રારા મોખીક રીપોર્ટ આપેલ કે નવી જેલ-2 યાર્ડ નં.3ના ફાટક આગળ તથા યાર્ડ નં.33ના ફાટકની અંદર કોઇ અજાણ્યા શખ્સ દ્રારા રૂખડીયાપરા તથા માઉન્ટેન પોલીસ લાઈન તરફના જાહેર રસ્તા પરથી જેલની અંદર ચીજ-વસ્તુઓનો ઘા કરેલ છે જેથી હકીકત જાણવા માટે જેલના CCTV કંટ્રોલરૂમ ખાતે જઈ ફુટેજ ચકાસતા ગઈ તા.10.9.2024ના રોજ બપોરના 3.56 કલાકે કાળા કલરના એક્ટિવા ચાલકે જેલના બહારના ટાવર નં-0202ના રોડ તથા યાર્ડના પાછળના ભાગેથી જેલની અંદર કોઇક વસ્તુનો ઘા કરતા હોવાનુ જણાય આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *