રાજકોટ જિલ્લાના જસદણમાં રહેતાં પાર્થ શૈલેષભાઈ મકવાણા (ઉ.વ.19) નામના કોલીજીયન વિદ્યાર્થીએ પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા જસદણ પોલીસે મૃતદેહ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવક રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ખાતે આવેલ આર. કે. યુનિવર્સિટીમાં ડિપ્લોમા એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું હતું. જોકે, આપઘાતના બનાવ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.