કોઠારીયા સોલવન્ટમાં બોગસ ડોક્ટર ઝડપાયાના ગુનામાં આરોપી મેકરણ સુરુંનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસની વિગત એવી છે કે, તા.4.05.2022ના રોજ રાજકોટ SOG દ્વારા ખાનગી માહિતીના આધારે કોઠારીયા સોલવન્ટ પાસે એક પ્રાઇવેટ દવાખાનું ખોલી ડોક્ટર ન હોવા છતાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આરોપી મેકરણભાઈ દેવકરણભાઈ સુરુને ઝડપી લઇ ફરિયાદી બની ગુનો દાખલ કરાવેલ હતો. આજીડેમ પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આજીડેમ પોલીસે ત્યારબાદની તપાસ હાથ ધરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી વતી રાજકોટના એડવોકેટ મેઘરાજસિંહ ચુડાસમા એ ઉલટ તપાસ લઈ અને દલીલો કરી પુરાવા રજૂ રાખી અને વિવિધ કોર્ટના ચુકાદા ટાંકી રજૂઆત કરતા તે રજૂઆત કોર્ટે ધ્યાને લઈ આરોપી મેકરણભાઈ સુરુને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.