રાજકોટ પડતર પ્રશ્નો ન ઉકેલાતા એસટી કર્મચારીઓ આંદોલનના મૂડમાં

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા નવ મહિના પૂર્વે સરકારે આપેલું વચન નહિ પાળવામાં આવતા એસ.ટી.કર્મચારી યુનિયનો દ્વારા ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને 14 દિવસમાં તાત્કાલિક પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા નિગમના ચેરમેનને નોટિસપાઠવી છે. એસ.ટી. નિગમના કર્મચારીના પડતર પ્રશ્નોના નિરાકરણ નહિ આવતા રાજ્યભરના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જે મુદ્દે ગત ઓક્ટોબર મહિનામાં એસ.ટી. કર્મચારીઓની સંકલન સમિતિ અને વાહન વ્યવહાર મંત્રી સાથે બેઠક યોજાઇ હતી.

જે બેઠકમાં વાહન વ્યવહાર મંત્રીએ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. સરકારની ખાતરીને પગલે કર્મચારીઓની હડતાળ પૂરી કરી દેવામાં આવી હતી. આમ સરકાર દ્વારા આપવામાં આવેલી 11 ટકા મોંઘવારી ભથ્થાના ચડત એરિયર્સની રકમ સહિતના પ્રશ્નોનું હલ નહિ આવતા સંકલન સમિતિ દ્વારા નિગમના ચેરમેનને નોટિસ પાઠવી તા.25 સુધીમાં નિરાકરણ લાવવા અન્યથા આંદોલન કરવાની ચીમકી અપાઈ છે. નવ મહિના પછી પણ સરકાર દ્વારા આપેલા વચનનું પાલન ન થતાં રાજ્યભરના કર્મચારીઓમાં નારાજગી સાથે રોષ લાગણી ફેલાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *