શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ આવે તે જ સાચા અર્થમાં શિક્ષક દિનની ઊજવણી

શિક્ષકોના અનેક પડતર પ્રશ્ર્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી. આ બાબતે આજરોજ જિલ્લા કલેક્ટરને ‘આપ’ના નેતાઓએ આવેદનપત્ર આપ્યું હતું.જેમાં પ્રાઇવેટ શાળાના શિક્ષકોને એમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને એનું કડક અમલીકરણ કરાવવામાં આવે, પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવા, સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવા, રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા તાત્કાલીક ભરીને ટીએટી-ટીઇટી પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવા પૂરતા શિક્ષકો ફાળવવા, ગુજરાતની તમામ સરકારી શાળાઓને પટ્ટાવાળા, સફાઇ કર્મીઓ, કલાર્ક અને કોમ્પ્યુટર ઓપરેટર સહિતનો સંપૂર્ણ બિન-શૈક્ષણિક સ્ટાફ પૂરો પાડીને શિક્ષકોને આ કામમાંથી મુક્તિ આપવા, ગુજરાતની તમામ સરકારી શાળાના ચિત્ર, સંગીત, વ્યાયામ અને કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરીને એ ક્ષેત્રના શિક્ષકોને ન્યાય આપવા જ્ઞાન સહાયક યોજના તેમજ પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપીંડી કરતી યોજનાઓ બંધ કરવા આવે.જુની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ-પેની અવિચારી પ્રથા બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવા, વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલીક શરુ કરીને શિક્ષકોને બદલીનો લાભ આપવામાં આવે તેમજ બદલીના નિયમો અને પ્રક્રિયા સરળ તેમજ ઝડપી બનાવવામાં આવે તેવી આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તેજસ ગાજીપરા, શહેર અધ્યક્ષ દિનેશ જોષીએ માંગણી ઉઠાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *