રાજકોટ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કર્યો

ચુનારાવાડ શેરી નં.08માં રહેતાં રાજેશભાઈ બાબુભાઇ માલાણી (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.01.09.2024ના તેઓ પરીવાર સાથે તેમના ઘરમા રહેલ દાદાના મઢની પૂજા કરી મઢમાં બેઠા હતા. બાદમાં પૂજા કરી રાત્રીના 10 વાગ્યે મઢમાં તાળુ મારી સૂઇ ગયેલ હતા. બીજા દિવસે જોયુ તો દાદાના મઢનો દરવાજો ખુલ્લો હતો અને દાદાના મઢના દરવાજા પાસે તાળા ખુલેલી હાલતમાં પડેલ હતા. બાદમાં તેઓએ તપાસ કરતાં સોનાના છતર નંગ-2, સોનાના નાના મોટા હાર નંગ-18, સોનાના કડા નંગ-4, સોનાના ટીકા નંગ-2 સહિતનો મુદામાલ મળી કુલ રૂ.8.37 લાખની મતા ચોરી કોઈ અજાણ્યાં શખ્સો નાસી છૂટ્યા હતાં. આ બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં મળેલ ચોક્કસ બાતમીના આધારે ચોરીનો ભેદ ઉકેલી ચોરીના દાગીના ખરીદનાર સોની વેપારી ભાવેશ બીપીનચંદ્ર પારેખ (ઉ.વ.49)ને દબોચી પૂછતાછ હાથ ધરી તેની કોલ ડિટેઇલ ચેક કરતાં તસ્કર વિશાલ ઉર્ફે વિશુનું નામ ખુલતાં પોલીસે વિશાલ ઉર્ફે વિશુ રવી સલાટ (ઉ.વ.22)ની ધરપકડ કરી તમામ મુદામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *