ભાદર પાઇપલાઇનમાં ભંગાણ થતા રૂ. 219 કરોડના ખર્ચની ગ્રાન્ટ મનપાએ રાજ્ય સરકાર પાસે માગી

રાજકોટને રોજ 50 MLD પાણી પુરૂ પાડતી અને સેન્ટ્રલ ઝોનના જુદા-જુદા વોર્ડ વિસ્તારોની તરસ છીપાવતી ભાદર પાઇપલાઇનમાં વરસાદના કારણે ફરી નુકસાન થયું છે. તેના રીપેરીંગ માટે તત્કાલ કામ ચાલુ છે પરંતુ, આ પૂરી લાઇન બદલવાનો પ્રોજેકટ ખૂબ જ મોટો અને જરૂરી હોવાથી સરકાર પાસે ગ્રાન્ટ માંગતો પત્ર લખવામાં આવ્યાનું કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું. જુના રાજકોટના આ વિસ્તારને રીબડાથી આવતી લાઇન મારફત દાયકાઓથી પાણી આપવામાં આવે છે. ભાદર-1ની આ લાઇનમાં ઘણી વખત નુકસાન થતું હોય છે. વર્ષો જૂની અને ખખડેલી લાઇન પર નેશનલ હાઇ-વે પણ બની ગયો હોય, અવારનવાર પાણી વેડફાતું હોય છે.હવે રીબડાથી રાજકોટ સુધીની 20 કિ.મી.ની નવી પાઇપલાઇનનો ખર્ચ 125 કરોડ જેટલો થાય તેમ છે. આ ઉપરાંત ગોંડલ રોડથી ગ્રીન લેન્ડ ચોકડી સુધીની લાઇનનો ખર્ચ પણ 96 કરોડ જેવો હોય 219 કરોડનો પૂરો પ્રોજેકટ થાય તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *