જૈન મંદિરમાં હુમલાનો ભોગ બનનારને અગાઉ કારથી કચડવાનો પ્રયાસ થયો!

શહેરમાં કોઠારિયા રોડ પર હરી ધવા માર્ગ પર અયોધ્યા સોસાયટીમાં રહેતા કારખાનેદાર પર પંચનાથ જૈન મંદિરમાં છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલાે થયાે હતો. જે બનાવમાં આરોપીએ અગાઉ પણ કારખાનેદાર પર કોઠારિયા રોડ પર કાર ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ થતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મવડી આસ્થા રેસિડેન્સી પાસેના ગોવિંદરત્ન સોસાયટીમાં રહેતા મયૂરભાઇ પરસોતમભાઇ સગપરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ભાવેશ ગોલનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ અયોધ્યા સોસાયટીમાં રહેતા અમિતભાઇએ તા.1-7ના રોજ સવારે ફોન કર્યો હતો જેમાં તે હરી ધવા માર્ગ પર બાઇક લઇને જતા હતા ત્યારે એક કારે ઠોકર મારી નાસી ગયો હોવાનું જણાવ્યું હતું અને તેના ભાઇને ઇજા થઇ હોય તેને હોસ્પિટલે લઇ ગયા હતા. બાદમાં અકસ્માત કરી નાસી જનાર કારચાલક વિનોદ ગોલ હોવાનું બહાર આવ્યું હતું. ભાવેશએ અગાઉ મારા ભાઇ પર છરી વડે હુમલો કર્યાે હતા જેમાં પોલીસમાં ફરિયાદ પણ કરી હતી જેમાં તે નાસતો ફરતો હોય અને તેની અટકાયત કરતા તેને અકસ્માતમાં કચડી નાખવાનો પ્રયાસ કર્યાે હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *