રાજકોટમાં તા.28.5.2024ના રોજ નાના મવા રોડ પર આવેલ TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડના કેસમાં તપાસ દરમિયાન મુખ્ય આરોપી સાથે જોડાયેલ રાજકિત મનપાના તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફીસર મનસુખ સાગઠીયાની મિલ્કતોની ઝડતી તપાસ દરમિયાન 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવેલ હતી. આથી, અગ્નિકાંડના કેસની તપાસ દરમિયાન સાગઠીયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અલગથી કેસ નોંધાયો. આ કેસની તપાસ દરમિયાન પણ સાગઠીયાના કુટુંબીજનોના નામે મોટા પ્રમાણમાં મિલ્કતો મળી આવી હતી.
સાગઠીયા વિરુદ્ધના આ કેસમાં મિલ્કતોની કિંમત કરોડોમાં જતી હોવાથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાજય સરકારે જીલ્લા સરકારી વકીલ સંજય કે. વોરાને આ કેસ માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસીકયુટર નીમેલ છે. આ કેસમાં આજરોજ બપોરના 1 વાગ્યે આરોપી મનસુખ સાગઠીયા વિરુધ્ધ 800 પાનાનું ચાર્જશીટ રજુ કરવામાં આવેલ છે અને ચાર્જશીટના કાગળો આરોપીને પુરા પાડી દીધાથી તહોમતનામું ફરમાવવા માટે હવે પછીની તારીખ નકકી કરવામાં આવશે.