સરધાર ખાતે પાંઉભાજીના ધંધાર્થીને 6.70 લાખ વ્યાજે આપી બે વ્યાજખોરોએ રૂ.14 લાખ પડાવ્યા, ફરિયાદ દાખલ

ફરિયાદી ઉમેશ ઇન્દલસિંગ કુશવાહ (ઉ.વ.31)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતા સરધાર ગામમા છેલ્લા 40 વર્ષથી રહેવા આવેલ છે અને સરધાર ગામમા મધુરમ પાઉભાજીનો ધંધો કરતા હતા. મારા પિતાની ઉંમર થઈ જતા પાઉભાજીનો ધંધો હુ કરતો હતો. 2007માં નિલેશભાઇ કાશીપરાની બસ સ્ટેન્ડમાં આવેલી દુકાન મે તથા મારા પિતાએ ભાડે રાખી. ત્યા હુ મધુરમ દુકાન નામે પાવભાજીનો ધંધો કરતો હતો. જે દુકાનનુ હુ ત્રણ હજાર ભાડુ એમ બે દુકાનનુ 6000 ભાડુ તેમને આપતો હતો અને ડિપોઝીટ પેટે મે રૂપિયા 15 હજાર જમા કરાવેલ બાદ પાંચ વર્ષ પહેલા કાશીપરા નામે તેમણે કોમ્પલેક્ષ બનાવેલ હતો ત્યારે તેમણે એક દુકાનની ડિપોઝીટ રૂપિયા 3.50 લાખ રાખેલ હતી જેથી મે એક જ દુકાન રાખેલ અને મે એક દુકાનની ડિપોઝીટ રૂપિયા 3.50 લાખ ભરેલ હતી.

વધારે દુકાનની જરૂરિયાત પડતા મે વધારાની એક દુકાન 2023મા ભાડે રાખેલ અને તેમની પણ રૂપિયા 3.50 લાખ ડિપોઝીટ ભરેલ હતી. એક દુકાનનું ભાડુ રૂપિયા 5 હજાર હતું. દુકાનની ડિપોઝીટ તેમણે લઈ લીધી પરંતુ, બીજી દુકાન તેમણે મને ભાડે ન આપી અને તે દુકાનમાં તેમણે જ પાવભાજીનો ધંધો મારી બાજુમા શરૂ કરી દીધો હતો. નિલેશભાઇએ મને 2020માં મારી બેનના લગ્ન હતા ત્યારે રૂપિયા 5 લાખ વ્યાજે આપેલ હતા, જેમનું હુ મહિને 35 હજાર વ્યાજ આપતો હતો. જે હુ દર મહિને આપતો હતો અને છેલ્લે હુ વ્યાજ વટાવના ચક્રમાં ફસાઈ જતા આ નિલેશભાઇ તથા અન્ય પૈસાની કડક ઉઘરાણી કરતા હોવાથી હુ નવેમ્બર 2023માં ગામ મૂકી મારા પરિવાર સાથે જતો રહેલ હતો. આ નિલેશભાઈ પાસે મારા ડિપોઝીટના 7 લાખ રૂપિયા જમા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *