રાજકોટમાં લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ

રાજકોટમાં આગામી તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે. હવે લોક મેળાને પ્રારંભ થવાના માત્ર 4 જ દિવસ બાકી છે, ત્યારે મેળો જ્યાં યોજવાનો છે, તે રેસકોર્સ મેદાનમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે ગત વખતે 340 સ્ટોલ પ્લોટ હતા, જેના સ્થાને આ વખતે 235 કરી નાખવામાં આવ્યા છે. આ સાથે જ કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાનો વીમો 5.50 કરોડથી વધારીને 10 કરોડ કરી નાખવામાં આવ્યો છે. દરેક સ્ટોલ્સ ઉપર અગ્નિશામક યંત્રો અને સીસીટીવી ફરજીયાત બનાવવામાં આવ્યા છે. ભીડને નિયંત્રણ રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવનાર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *