કર્મચારી સોસાયટીમાં વૃદ્ધનો ગળાફાંસો ખાઇ આપઘાત

શહેરમાં રૈયા રોડ પર સરકારી કર્મચારી સોસાયટીમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા યુનિવર્સિટી પોલીસે તપાસ કરતાં એક સ્યૂસાઇડ નોટ મળી હતી જેમાં તેને મગજની બીમારી હોય સારવાર ચાલુ હોવા છતાં સારું નહીં થતા પગલું ભરી લીધાનો ઉલ્લેખ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

કર્મચારી સોસાયટીમાં રહેતા પરબતભાઇ મનુભાઇ સોમૈયા (ઉ.60) એ પોતાના ઘેર પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતા તેના પરિવારને જાણ થતા તેને જાણ કરતાં 108ની ટીમે પહોંચી મૃત જાહેર કરતાં યુનિ.પોલીસ મથકના જમાદાર વીરેન્દ્રસિંહ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતા એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી જે કબજે કરી તપાસ કરતાં વૃદ્ધને કેટલાક સમયથી મગજની બીમારી હોય અને સારવાર પણ ચાલતી હતી, પરંતુ સારું નહીં થતા બીમારીથી આ પગલું ભરી લીધાનું સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી. જ્યારે બીજા બનાવમાં મોરબી રોડ પર જકાતનાકા પાસે સંગીતા પાર્કમાં રહેતા જીવનભાઇ રતાભાઇ રાઠોડ (ઉ.62)એ તા.10-8ના રોજ પોતાના ઘેર હતા ત્યારે એસિડ પી જતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા જમાદાર મલેક સહિતના સ્ટાફે તપાસ કરતા તેને છેલ્લા કેટલાક સમયથી માનસીક બીમારી હોય અને પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *