બિલેશ્વર રેલવે સ્ટેશન પાસે એક અજાણ્યા યુવાનનું માલગાડીની ઠોકરે મોત

મોરબી રોડ નજીક બિલેશ્વર રેલવે સ્ટેશન પાસે એક અજાણ્યા યુવાનનું માલગાડીની ઠોકરે મોત થયાની જાણ થતા બી-ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ બકુત્રા સહિતે તપાસ કરતા મૃતક બેડીપરામાં રહેતો નયન મહેશભાઇ દેસાણી (ઉ.30) હોવાનું બહાર આવતા પોલીસે તેના પરિવારની પૂછતાછ કરતાં નયન કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું અને તેના છૂટાછેડા થઇ ગયા હોવાનું પરિવારે જણાવતા પોલીસે યુવકના આપધાતનું કારણ જાણવા મથામણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *