રાજકોટ નજીક અણીયાળા ગામે રહેતાં શ્રમિક પરિવારનો બે વર્ષીય બાળક કાલુ શંભુભાઈ મેડા નામનો બાળક રમતા-રમતા પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ આજીડેમ પોલીસને થતા સ્ટાફ દોડી ગયો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃત બાળક ત્રણ બહેન અને એક ભાઈમાં નાનો હતો. શ્રમિક પરિવાર મૂળ મધ્યપ્રદેશના વતની હોવાનું સામે આવ્યું છે.