ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે સિઝનલ બીમારીની ભીતિ

ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાઈરસના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા છે. તો બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો છે. વરસાદી પાણી ભરાવવાના કારણે ગંદકી અને માખી-મચ્છરનો ઉપદ્રવથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી શહેરજનો બીમાર પડી રહ્યા છે. ત્યારે શરદી-ઉધરસ અને તાવ ઉપરાંત ડેન્ગ્યુ, મેલેરિયા અને વાઈરલ ઇન્ફેક્શનના કેસ નોંધાતા રાજકોટ અને અમદાવાદની સિલિવ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો
રાજકોટમાં હાલ ચાંદીપુરા વાઇરસના કહેર વચ્ચે સીઝનલ બીમારીમાં વધારો થયો છે. ચોમાસાની સીઝનના કારણે શરદી-ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે. અને રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસબારી તેમજ દવાબારી ખાતે દર્દીઓ તેમજ તેના સગાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય કતારો લાગી હતી. જો કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું તેમજ બધી દવાઓ અને ઇન્જેક્શનના પૂરતા સ્ટોક સાથે પર્યાપ્ત સ્ટાફ હોવાનું હોસ્પિટલના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેટલ ક્યાડાએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *