રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાંજિલ્લાના વિવિધ ઐતિહાસિક સ્થળોના વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. અને પ્રગતિ હેઠળ ધાર્મિક સ્થળોનું નવનિર્માણ, નવીનીકરણ અને અન્ય બાંધકામ અર્થે વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી અને પ્રગતિ હેઠળના કાર્યોની સમીક્ષા કરાઈ હતી. આ ઉપરાંત કલેકટરે વિંછીયા તાલુકાના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રવાસીઓને વિવિધ સુવિધાના કામો, સણોસરા ગામનો દરબાર ગઢ, કોટડાસાંગાણીનું બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, ઓસમ ડુંગર ખાતે પાણી અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ, ગોંડલ તાલુકાના શેમળા ગામે શેમળી નદી પર રિવરફ્રન્ટ અને શ્રી રામ મંદિર, સહિતના સ્થળોના વિકાસ માટે અને ઐતિહાસિક સ્થળોનું મહાત્મ્ય જળવાઈ રહે તે રીતે પ્રવાસન સ્થળ વિકસે તે માટે ઘટતું કરવા તાકીદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.