13 કરોડની સરકારી જમીન ખૂલ્લી કરાવાઈ

રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સરકારી ખરાબાની જમીનો ખાલી કરાવવાનો આદેશ હોવાથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને તાલુકા મામલતદાર કચેરીઓ દ્વારા સરકારી જમોની પર ખડકાયેલા દબાણો હટાવવામાં આવી રહ્યા છે અને સરકારી જમીન ખૂલ્લી કરાવવામાં આવી રહી છે. આ દરમિયાન દક્ષિણ મામલતદારની ટીમ દ્વારા મવડી નજીક ગજાનંદ પાર્ક પાસેથી 5 જેટલા દબાણો હટાવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ રીતે દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. એક પછી એક દબાણો હટાવવામાં આવતાં દબાણકર્તાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

આજરોજ રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર જે. વી. કાકડીયા અને તેમની ટીમ દ્વારા તાલુકાના મવડી ગામના રેવન્યુ સર્વે નંબર 194 પૈકીની જગ્યા કે જે ગજાનંદ પાર્ક પાસે આવેલી છે. ત્યાં અલગ અલગ દબાણ ભંગારના ડેલા અને કેબીન, ઝૂંપડા બનાવી સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યા જે બાબતે દબાણ કેસ ચલાવી આજરોજ મામલતદાર રાજકોટ શહેર દક્ષિણ તેમજ તેની ટીમ દ્વારા અંદાજે 13,00,00,000 (13 કરોડ)ની બજાર કિંમતની 1700 ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવાની પ્રક્રિયા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *