કોઠારીયા રોડ પર સ્વાતિ પાર્ક બગીચા પાસે આસોપાલવ પાર્કની બાજુમાં રોલેક્સ કારખાના પાસે રહેતાં બુટલેગર શ્રીપ્રકાશ ઉર્ફ ચીકી જયસુખભાઇ દુધરેજીયા (ઉ.વ.34)ને પાસા તળે સુરત જેલમાં ધકેલવાનો પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ હુકમ કરતાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીને જેલ હવાલે કરેલ છે. આ શખ્સ વિરૂદ્ધ છેલ્લા 3 વર્ષમાં દારૂના 3 ગુના ક્રાઇમ બ્રાન્ચ અને આજી ડેમ પોલીસમાં નોંધાયા હતાં. અગાઉ તે 22 ગુનામાં પકડાયો હતો અને પાસામાં પણ જઇ આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.